ખેડા જિલ્લા સાંસદ દેવુસિંહ ચૌહાણે છાપરા ગામ સ્થિત ટિસ્યુ કલ્ચર લેબની મુલાકાત લઈ લેબકાર્ય પદ્ધતિનું નિરીક્ષણ કર્યુ
ટિસ્યુ કલ્ચર લેબ દ્વારા કેળા, ગીલોડા, દાડમ, બ્લ્યુ બેરી, લીંબુ, અંજીર જેવા ફળ પાકોનું ઉત્પાદન કરવામાં આવે છે.
ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણે મહેમદાવાદના છાપરા ગામે આવેલ એબીસી બાયોટેકનોલોજી પ્રા. લી. ટિસ્યુ કલ્ચર લેબની મુલાકાત લઈ લેબની કાર્ય પદ્ધતિનુ નિરીક્ષણ કર્યુ હતુ.
સારી જાતના એક માતૃ છોડમાંથી કેવી રીતે હજારો સમાન છોડ બનાવવામાં આવે છે અને ટિસ્યુકલ્ચર પદ્ધતિથી કઈ રીતે વધુ ઉત્પાદન મળે છે તેની માહિતી સાંસદએ મેળવી. સાથે જ તેમણે બાગાયતી ખેતી દ્વારા નાના અને સીમાંત ખેડુતો કઈ રીતે વધુ સારુ ઉત્પાદન મેળવી શકે એ બાબતે ચર્ચા કરી ખેતીના વિકાસમાં સહિયારા પ્રયાસો કરવા જણાવ્યુ હતુ. નોંધનીય છે કે ટિસ્યુ કલ્ચર લેબ દ્વારા કેળા, ગીલોડા, દાડમ, બ્લ્યુ બેરી, લીંબુ, અંજીર જેવા ફળ પાકોનું ઉત્પાદન કરવામાં આવે છે.
આ પ્રસંગે નાયબ બાગાયત નિયામક ડો. સ્મિતા પિલ્લાઈ સહિત બાગાયત કચેરીના અન્ય અધિકારીઓ અને ABC બાયોટેકનોલોજી પ્રા. લી. પ્રોપરાઇટર મિહિરભાઈ પંડ્યા હાજર રહ્યા હતા.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प