सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નડિયાદ ખાતે ૨૦ પ્રાથમિક શાળાઓના આંતર શાળાકીય રમતોત્સવ-૨૦૨૫ આયોજન

કુલ ત્રણ વિભાગ હેઠળ રમાનાર વિવિધ રમતોમાં કુલ ૭૪૧ વિ.ઓએ રમતવીર તરીકે ભાગ લીધો હતો.

યેશા શાહ
  • Jan 21 2025 11:58AM

ખેડા જિલ્લામાં નગર પ્રા.શિક્ષણ સમિતિ, નડીઆદ સંચાલિત કુલ ૨૦ પ્રાથમિક શાળાઓના આંતર શાળાકીય રમતોત્સવ-૨૦૨૫નું તા.૨૦, ૨૧ જાન્યુઆરી-૨૫ દિન: ૨  નું આયોજન બેન્ક ઓફ બરોડાના સહયોગથી કરવામાં આવ્યું.

આ રમતોત્સવના ઉદ્ઘાટન સમારોહ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, નડીઆદ ખાતે ખુબ જ ઉલ્લાસપૂર્ણ રીતે યોજાઈ ગયો. સદર રમતોત્સવ નગર શિક્ષણ સમિતિ, નડીઆદના ચેરમેન અતુલભાઇ પંડ્યા ના વરદ હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો. માન. અધ્યક્ષએ સૌ રમતવીરોને શુભેચ્છાઓ પાઠવી અને ખેલદિલી પ્રતિજ્ઞા લેવડાવી એક ભારત શ્રેષ્ઠ ભારત ના સહભાગી બનવા સંદેશ આપ્યો. આ નિમિત્તે વાઇસ ચેરમેન હિનલભાઇ પટેલ, સમિતિના સભ્ય રુચિરભાઈ અને ઇમરાનભાઈ, શાસનાધિકારી બી.એ.ચૌધરી, બેન્ક ઓફ બરોડા- નડીઆદની કોલેજ રોડ તથા  મુખ્ય બ્રાન્ચના મેનેજરો, કાઉન્સિલરઓ તથા જિલ્લા રમત ગમત અધિકારી-ખેડા જિલ્લો લક્ષમણભાઈ ચૌહાણ, સિનિયર કોચ મનસુખભાઇ અને તમામ શાળાના આચાર્યો, વ્યાયામ શિક્ષકો તથા અન્ય શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

આ રમતોત્સવ માટે બેન્ક ઓફ બરોડા તરફથી રમતો માટે શાળાનો હોસ્ટ ફ્લેગ, જરુરી વસ્તુઓ, સૌ રમતવીરો- વિજેતાઓને પુરસ્કાર સ્વરૂપે ટી શર્ટ આપવામાં આવ્યા.

આ રમતોત્સવ માં મિનિ, જુનિયર અને સિનિયર એમ કુલ ત્રણ વિભાગ હેઠળ રમાનાર વિવિધ રમતોમાં કુલ ૭૪૧ વિ.ઓએ રમતવીર તરીકે ભાગ લીધો હતો.
સમગ્ર કાર્યક્રમ તેના હેતુ સિધ્ધી સાથે ઉત્સાહ સાથે થયો.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार