सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

બારડોલી વિભાગ રાજપૂત ટ્રસ્ટ દ્વારા શિક્ષણિક વર્ષ 2023 - 24 ના વર્ષ માં તેજસ્વી તારલા સન્માન સમારોહ નું આયોજન કરાયું

રાજપૂત સમાજ માં પીએચડી , એમ ડી , એમ બી બી એસ થી લઈ એસ એસ સી સુધી ના 111 જેટલા તેજસ્વી તારલાઓ નું મોમેન્ટો , સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા.

તેજસ વશી
  • Oct 1 2024 5:41PM
બારડોલી વિભાગ રાજપૂત  ટ્રસ્ટ દ્વારા યુવા સંગઠન સાથે  સમાજ એક મંચ ઉપર આવે એ હેતુ સાથે સમાજ ના પ્રમુખ ભુપેન્દ્રસિંહ સોલંકી ના માર્ગદર્શન હેઠળ વર્ષ દરમિયાન વિવિધ પ્રકાર ની પ્રવૃત્તિ ઓ નું આયોજન કરાય છે. જે પેકી શિક્ષણિક વર્ષ 2023 - 24 ના વર્ષ માં તેજસ્વી તારલા સન્માન સમારોહ નું આયોજન કરાયું હતું. જેમાં રાજપૂત સમાજ માં પીએચડી , એમ ડી , એમ બી બી એસ થી લઈ  એસ એસ સી સુધી ના 111 જેટલા તેજસ્વી તારલાઓ નું મોમેન્ટો , સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. બારડોલી વિભાગ રાજપૂત સમાજ દ્વારા આગામી દિવસો માં સ્પર્ધાત્મક પરીક્ષા અંગે અભ્યાસ વર્ગો તેમજ કારકિર્દી લક્ષી કાર્યક્રમો પણ કરવામાં આવનાર હોવાની જાહેરાત કરાઈ હતી.
 બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ અને બારડોલી રાજપૂત યુવા સંગઠન આયોજિત તેજસ્વી તારલા સન્માન સમારોહ માં મુખ્ય મહેમાન તરીકે કાર્યક્રમ માં  સુરત જિલ્લા શિક્ષણ અધિકારી ડો. ભગિરથસિંહ પરમાર તેમજ બારડોલી રૂરલ પી આઈ પ્રદ્યુમન સિંહ જાડેજા ની અધ્યક્ષતા માં કાર્યક્રમ યોજાયો હતો.  જેમાં ડો. ભગીરથ સિંહે વિદ્યાર્થીઓ ને હિંમત હાર્યા વગર શિક્ષણ માટે વળગી રહેવા તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માં પણ ઝંપલાવવા હાંકલ કરી હતી. જયારે બારડોલી રૂરલ પી આઈ પ્રદ્યુમનસિંહ જાડેજા એ  સમાજ માં દીકરાઓ સાથે દીકરીઓ ને પણ સમાન શિક્ષણ આપી શિક્ષણ સાથે પરિવાર અને સમાજ નું નામ રોશન કરવા અપીલ કરી હતી. કાર્યક્રમ ને બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ મંડળ , યુવા સંગઠન ટિમ અને મહિલા ટિમ સભ્યો ભેગા મળી સફળ બનાવ્યો હતો.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार