सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

દેશની સર્વપ્રથમ સ્વૈચ્છિક સંસ્થા લોકભારતીની વૈશ્વિક ઉપલબ્ધિ - લોક-૭૯ ઘઉં

લોકભારતી સણોસરા દ્વારા ‘લોક-૧’ પછી ૪૪ વર્ષે દેશના ખેડૂતોને ઘઉંની બીજી શ્રેષ્ઠ જાત દિપાવલી ભેટ

મૂકેશ પંડિત
  • Oct 22 2024 6:59PM

દેશની સર્વપ્રથમ સ્વૈચ્છિક સંસ્થા લોકભારતીની વૈશ્વિક ઉપલબ્ધિ - લોક-૭૯ ઘઉં  

લોકભારતી સણોસરા દ્વારા ‘લોક-૧’ પછી ૪૪ વર્ષે દેશના ખેડૂતોને ઘઉંની બીજી શ્રેષ્ઠ જાત દિપાવલી ભેટ 

લોકભારતી સણોસરાની ‘લોક-૭૯’ ઘઉંની જાતને કેન્દ્ર સરકારની લીલી ઝંડી
‘લોક-૧’ પછી ૪૪ વર્ષે લોકભારતીને મળેલી અજોડ સફળતા: વિદ્યાર્થીઓના વૈજ્ઞાનિક પરિશ્રમ અને સંશોધનકારોની મૂલ્યનિષ્ઠ ધીરજનું પરિણામ 
લોકભારતીની દેશના ખેડૂતોને ઘઉંની બીજી શ્રેષ્ઠ જાત – લોક-૭૯ની દીપાવલી ભેટ: કેન્દ્ર સરકારની લીલી ઝંડી 

દેશની સર્વપ્રથમ સ્વૈચ્છિક સંસ્થા લોકભારતીની વિશ્વવિખ્યાત ઉપલબ્ધિ: લોક-૭૯ ઘઉં - છેલ્લા ૫૭ વર્ષથી સ્વયં ખર્ચે સાતત્યપૂર્ણ ઘઉં-સંશોધનકાર્ય કરી વિદ્યાર્થીઓના વૈજ્ઞાનિક પરિશ્રમથી લોકભારતીએ મેળવેલી યશસ્વી ઉપલબ્ધિ

દેશને ગૌરવ લઈ શકે તેવું લોકભારતીનું યશસ્વી સશોધન: લોક-૭૯ ઘઉં  
વોકલ ફોર લોકલનું રાષ્ટ્રીય ઘરેણું સમાન લોકભારતીની દેશને દિવાળી ભેટ: લોક-૭૯ ઘઉં   
પોતાની આગવી કેળવણી પ્રણાલી, વિદ્યાવિસ્તરણ કાર્યો અને સંસોધનથી વિશ્વ વિખ્યાત બનેલી ગાંધીવિચારને વરેલી સંપૂર્ણ નિવાસી એવી દેશની સર્વપ્રથમ ગ્રામવિદ્યાપીઠ લોકભારતી સણોસરામાં છેલ્લાં ૫૭ વર્ષથી ઘઉંની નવીનવી જાતો શોધવાનું સંશોધન કાર્ય વિદ્યાર્થીઓના વૈજ્ઞાનિક-મૂલ્યનિષ્ઠ પરિશ્રમથી સાતત્યપૂર્ણ ચાલી રહ્યું છે. ઋષિવર્ય કૃષિ વૈજ્ઞાનિક ડૉ. ઝવેરભાઈ પટેલના યશસ્વી નેતૃત્વ નીચે અંબાવીભાઈ ભલાણી અને દેવદાસભાઈ ગોહિલના સાથ સહકારથી તૈયાર થયેલ ‘લોક-૧’ ઘઉંની જાતને ૧૯૮૦માં મધ્ય ભારતના ખેડૂતો માટે સમયસરની વાવણી અને મોડી વાવણી માટેની ઉત્તમ જાત તરીકે જાહેર કરવામાં આવી. ત્યાર પછી ૪૪ વર્ષે આજે બીજી જાત વૈજ્ઞાનિક ડો. સી.પી. સિંગના નેતૃત્વ નીચે અને લાલજીભાઈ રાઠોડ અને પ્રેમલભાઈ જોષીના ટેકનીકલ સાથથી ‘લોક-૭૯’ શોધીને લોકભારતીએ ઈતિહાસ સર્જ્યો છે અને દેશના ખેડૂતોને બીજી ભેટ ધરી છે. 

‘લોક-૧’ જાત ઉત્પાદન ક્ષેત્રે તો ‘લોક-૭૯’ જાત પોષણયુક્ત ગુણવત્તા ક્ષેત્રે અગ્રેસર સાબિત થઈ છે. ‘લોક-૭૯’ જાત પ્રોટીન, લોહ, ઝિંક વગેરે પોષણમૂલ્યોમાં ચડિયાતી સાબિત થઇ છે. સણોસરા લોકભારતી ઘઉં સંશોધન કેન્દ્રમાં જ સંશોધિત એવી ‘લોક-૪૫’ અને ‘લોક-૬૨’ જાતોના સંકરણ-અવલોકન અને પસંદગીથી અગિયાર વરસે તૈયાર થયેલ જાત ‘લોક-૭૯’ ગુણવત્તા અને ઉત્પાદન એમ બંને જરૂરી ગુણોમાં અગ્રેસર રહીને અન્ય જાતો કરતા ચડિયાતી સાબિત થઇ છે.

તાજેતરમાં અખિલ ભારતીય ઘઉં સંશોધન સમિતિ કુલ ૧૯ જાતોની અરજી સંદર્ભે ડો. ડી. કે યાદવ (એડીજી)ના અધ્યક્ષ સ્થાને આખરી પસંદગી માટે મળી હતી. આ બેઠકમાં લોકભારતીની ‘લોક-૭૯’ જાતને ઉત્પાદકતા, રોગપ્રતિકાર શક્તિ અને પોષણમૂલ્યોના આધારે વિધિવત રીતે ભારતના પેનીનસ્યુલર ઝોન એટલે કે દ્વીપકલ્પ વિસ્તાર (મહારાષ્ટ્ર, કર્નાટક અને તામિલનાડુ) માટે માન્ય કરવામાં આવી. ટૂંક સમયમાં દેશના અન્ય વિસ્તારો માટે પણ આ જાતને માન્યતા મળે તે માટેના પ્રયત્નો થઇ રહ્યાં છે.

સરકારી આંકડાઓ મૂજબ દેશના ૧૬ રાજયોમાં પાંત્રીસેક લાખ હેકટરમાં લોક-૧નું વાવતેર થઈ રહ્યું છે. આ વાવેતરને કારણે દેશના ખેડૂતોને દર વર્ષે થતા આર્થિક આવકમાં રૂ. ૩ કરોડનો વધારો નોંધાયો છે. વળી, આજે ૪૪ વર્ષ પછી પણ લોક-૧ તેની ગુણવત્તા સાથે દેશભરમાં પ્રથમ સ્થાને ટકી રહી છે તે નોંધપાત્ર વૈજ્ઞાનિક સત્ય છે. આજે દેશમાં શોધતી ઘઉંની જાતોની ચકાસણી વખતે લોક-૧ જાતને ચકાસણી જાત તરીકે પસંદ કરવામાં  આવે છે એ પણ લોક-૧ની અદ્વિતીય ઉપલબ્ધિ ગણી શકાય. આવી જ રીતે લોક-૭૯ જાત પણ ઘઉં સંશોધન ક્ષેત્રે પોતાનું આગવું સ્થાન ઊભું કરશે એમાં કોઈ શંકા નથી.   

કેન્દ્ર સરકાર દ્વારા ભારતના ઘઉં સંશોધનના ૧૦૦ વર્ષના ઈતિહાસને રજુ કરતા અહેવાલ પ્રસ્તાવનામાં પ્રથમ જણાવાયું છે કે લોકભારતી ગ્રામવિદ્યાપીઠ દેશની એકમાત્ર સ્વૈચ્છિક સંસ્થા છે કે જેણે દેશની હરિત ક્રાંતિમાં એટલો મોટો સિંહફાળો આપ્યો હોય. ઇન્દોર ખાતે મળેલા રાષ્ટ્રીય કૃષિ સંશોધન ક્ષેત્રના સંમેલનમાં ઈન્ડીયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રીસર્ચના ડાયરેક્ટર જનરલ ડો. મંગલા રાયે તેના અધ્યક્ષીય પ્રવચનમાં જણાવેલું કે લોકભારતી ગ્રામવિદ્યાપીઠ દ્વારા તૈયાર થયેલ લોક-૧ અને એ પછીની જાતોએ ઘઉં સંશોધન ક્ષેત્રે બહુ મોટું આકર્ષણ જન્માયું છે. 

લોકભારતીમાં ઘઉં સંશોધન કાર્ય સાતત્યપૂર્ણ ચાલુ રહે એ માટે સંસ્થાનાં દીપેશભાઈ કાંતિભાઈ શ્રોફે જરૂરી આર્થિક જવાબદારી ઉપાડી હોઈ સંથાના વડા અરુણભાઈ દવેએ વિશેષ કૃતજ્ઞતા સાથે દાતાશ્રીઓ, લોકભારતી ઘઉં સંશોધન કેન્દ્રના નાના-મોટા સૌ સાથીઓ, શ્રમિકો, વિદ્યાર્થીઓ, વૈજ્ઞાનિકો અને કેન્દ્રના કૃષિવિભાગ સહીતનાનો આભાર માની આ કામને વધુ બળવત્તર કરવા સરકાર અને સમાજને વિનમ્રતા સાથે વિનંતી કરી છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार