सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

રાજનીતિના ચાણક્ય અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આજે 61મો જન્મદિવસ

જુઓ અમિત શાહના રાજનીતિ કાર્યકાળ દરમિયાન દેશનો વિકાસ

Jashu Bhai Solanki
  • Oct 22 2024 11:54AM

આજે (22 ઓક્ટોબર) કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહનો 61મો જન્મદિવસ છે. તેઓએ 60 વર્ષ પૂર્ણ કર્યા છે અને 61મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ અવસરે અમિત શાહની જન્મદિવસની ઉજવણી માટે તેમના સમર્થકો અને કાર્યકરોએ રાજ્યભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કર્યું છે. સાથે જ, ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે 14મું અખિલ ભારતીય નાગરિક સંરક્ષણ અને ગૃહ રક્ષક સંમેલનનું આયોજન પણ કરાયું છે જેમાં અમિત શાહ ખાસ હાજરી આપશે.

આજે અમિત શાહ અમદાવાદમાં તેમના પરિવાર સાથે જગન્નાથ મંદિર ખાતે પૂજન અને દર્શન માટે જશે. આ અવસરે તેઓ તેમના નિકટના મિત્રો અને પરિવારજનો સાથે આ ક્ષણને ઉજવણી કરશે. બપોરે 3 વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 14મું અખિલ ભારતીય નાગરિક સંરક્ષણ અને ગૃહ રક્ષક સંમેલન યોજાવાનું છે, જેમાં અમિત શાહ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપશે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, મંત્રીમંડળના સભ્યો, ધારાસભ્યો અને સાંસદો ઉપસ્થિત રહેશે. નાગરિક સંરક્ષણ અને ગૃહ રક્ષકના અનેક અધિકારીઓ આ પ્રસંગે સન્માનિત કરવામાં આવશે.

અમતિ શાહ ત્યારબાદ બપોરે 4-15 વાગ્યે તેઓ મહાત્મા મંદિરમાં આયોજીત 14મા અખિલ ભારતીય હોમગાર્ડ અને નાગરિક સુરક્ષા સંમેલનને પણ સંબોધિત કરશે. સાંજે 5-30 વાગ્યે અમિત શાહ કડી સર્વ વિદ્યાલય કેમ્પસમાં આયોજીત નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના અંતર્ગત શિષ્યવૃતિ વિતરણ સમારોહમાં હાજરી આપશે.

આજે ઘણા રાજકીય નેતાઓ, મુખ્ય અધિકારીઓ, કાર્યકરો અને સામાજિક સંગઠનો દ્વારા અમિત શાહને જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.

અમિત શાહની રાજકિય કારકિર્દી
અમિત શાહ નરેન્દ્ર મોદીની પહેલી મુલાકાત 1982માં થઈ હતી. આ સમયે મોદી અમદાવાદમાં સંઘના જિલ્લા પ્રચારકનું કામ કરતા અને શાહ અખિલ ભારતીય વિદ્યાપરિષદના ગુજરાત વિભાગના સંયુક્ત સચિવ હતા. કહેવાય છે કે અમિત શાહને આક્રમક રણનીતિ પસંદ છે. મોદી -શાહની સુપરહિટ જોડીને જોડનાર દોરીનું નામ છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ. આ જબરદસ્ત જોડી અહીંથી તૈયાર થઈ અને બંનેની મુલાકાતો વધી. શરૂઆતથી જ મોદીને અમિત શાહની પ્રતિભા પસંદ આવી હતી.અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની ભૂમિકા પણ નિભાવી ચુક્યા છે. તેમના કાર્યકાળમાં, 2019ની લોકસભા ચૂંટણીમાં, ભાજપે 300થી વધુ બેઠકો જીતીને એક નવો ઇતિહાસ રચ્યો હતો. 36 વર્ષની ઉંમરે અમદાવાદની જિલ્લા સહકારી બેંકના યુવા પ્રેસિડન્ટ બન્યા હતા શાહ.

કાશ્મીરમાં કલમ 370 નાબુતીમાં અમિત શાહ દ્વારા ખુબ જ મહેનત કરવામાં આવી હતી. કોરોના કાળ દરમિયાન પણઅમિત શાહની આગેવાનીમાં  કેન્દ્રીય ગૃહ મંત્રાલયની કામગીરી સરાહનીય હતી. 


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार