सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ભાજપ સદસ્યતા અભિયાનમાં સુરત શહેર અને જિલ્લાના પાંચ ધારાસભ્યો ટોપ-૧૦માં.

હર્ષભાઈ સંઘવી (મજુરા ),ચોથા ક્રમે, સંગીતાબેન પાટીલ,(લિંબાયત), છઠ્ઠા, સંદીપ ભાઈ દેસાઈ(ચોર્યાશી) સાતમા, મનુ ભાઈ પટેલ(ઉધના) આઠમા જ્યારે કુંવરજી ભાઈ હળપતિ (માંડવી)નવમા ક્રમે ઃ સુરત શહેરના ચારેય ધારાસભ્યો નવસારી સંસદીય વિસ્તારની બેઠકના.

તેજસ વશી
  • Oct 22 2024 12:11PM
ભાજપ દ્વારા ચાલેલા સદસ્યતા અભિયાનમાં સુરતની વિધાનસભા બેઠકોના ધારાસભ્યોએ મેદાન માર્યુ છે. સૌથી વધુ સભ્યો બનાવનાર ટોચના ૧૦ ધારાસભ્યોની યાદી જાહેર થઈ હતી જેમાં સુરત શહેર જિલ્લાના ૫ ધારાસભ્યોનો સમાવેશ થાય છે .
ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન ચાલ્યું હતું જેમાં ધારાસભ્યોને એમના મતદાન ક્ષેત્રોમાં સભ્યો બનાવવા માટે સૂચના આપવામાં આવી હતી. મિસ્ડ કોલથી આ સભ્યો બનાવવામાં આવ્યા હતા. આ સભ્ય નોંધણીમાં રાજયમાં સૌથી વધુ સભ્યો બનાવનાર પ્રથમ ૧૦ ધારાસભ્યોની યાદી પ્રદેશ ભાજપ દ્વારા જારી કરવામાં આવી હતી. જેમાં સુરત શહેરના ચાર જ્યારે જિલ્લાના એક ધારાસભ્યએ સ્થાન મેળવ્યું છે. એમાં પણ ચાર ધારાસભ્યો તો નવસારી સંસદીય લોકસભા વિસ્તાર હેઠળની બેઠકોના છે.
પ્રદેશ ભાજપ દ્વારા જે ટોપ-૧૦ ધારાસભ્યોની યાદી જાહેર થઈ એમાં પ્રથમ ક્રમે જેતપુરના જયેશ રાદડિયા, બીજા ક્રમે શહેરાના જેઠા આહીર, નડિયાદના પંકજ દેસાઈ, ચોથા ક્રમે મજુરાના હર્ષ સંઘવી, પાંચમા ક્રમે વાગરાના અરૂણસિંહ રણા, છઠ્ઠા ક્રમે લીંબાયતના સંગીતા પાટીલ, સાતમે ક્રમે ચોર્યાસીની સંદીપ દેસાઈ, આઠમા ક્રમે ઉધનાના મનુ પટેલ, નવમા ક્રમે માંડવીના કુંવરજી હળપતિ તથા દશમા ક્રમે રાપરના વિરેન્દ્રસિંહ જાડેજાનો સમાવેશ થાય છે.
સદસ્યતા અભિયાનના ટોપ-૧૦ ધારાસભ્યોમાં દક્ષિણ ગુજરાતનો દબદબો રહ્યો છે. ૬ ધારાસભ્યો સ્થાન પામ્યા છે. જેમાં સુરત શહેરમાંથી જે ધારાસભ્યોને સ્થાન મળ્યું છે એ ધારાસભ્યો સુરત શહેર વિસ્તારના તો છે પરંતુ તેમનો સંસદીય લોકસભા વિસ્તાર નવસારી લાગે છે કે જયાંથી ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ, કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार